અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:34:49

અમદાવાદમાં આજે વેહલી સવારથી વાદળછાયું વાતાવરણ છે ત્યારે આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થયો હતો આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાદનું વાતાવરણ છે . રે અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે વરસાદને લીધે ઊભા પાકને નુકસાન પહોંચવાની બીકને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. એકબાજુ ચોમાસું જવાની તૈયારી છે. ત્યાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

 

કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો ?

કાળા ડિબાંગ વાદળાઓ અને વીજના ચમકારાઓ વચ્ચે અમદાવાદ ના પુવઁ મા વરસાદ શરુ થયો હતો અને ધીરે ધીરે સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો આજે  ખોખરા-હાટકેશ્ર્વર-અમરાઈવાડી-મણિનગર-જશોદાનગર-ઘોડાસર-વટવા-ઈશનપુર -વસ્ત્રાલ-રામોલ-હાથીજણ-નિકોલ-ઓઢવ સહિત ના વિસ્તારોમા સતત વરસાદ રહ્યો હતો.

 

ઉપરાંત અરવલ્લી તથા નર્મદામાં વરસાદ મન મૂકીને વરસ્યો વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. વધુ વરસાદને લીધે મકાઈ, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે