Gujaratમાં જામ્યો વરસાદી માહોલ, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી? જુઓ ઠેર-ઠેરથી આવેલી વરસાદની તસવીરો


  • Published By :
  • Published Date : 2023-09-16 11:44:39

સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.  ઓગસ્ટ મહિનાએ ખેડૂતોની ચિંતા વધારી હતી પરંતુ રાજ્યમાં ફરી એક વખત વરસાદની પધરામણી થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે તો કોઈ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. આ બધા વચ્ચે મહીસાગરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. 

Image

આજે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે  છોટા ઉદેપુર, નર્મદામાં મૂશળાધાર વરસાદ વરસી શકે છે તે સિવાય ભારે વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા તેમજ ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વહેલી સવારથી જ મહીસાગરના લુણાવાડા, સંતરામ પુર, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 


મહીસાગરમાં સારા વરસાદના કારણે લુણાવાડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ હતી. 

મેઘો મહેરબાન થતાં લુણાવાડા શહેરના દરકોલી દરવાજા, હાટડિયા બજાર, અસ્થાના બજાર, હુસૈની ચોક સહિત બસસ્ટેન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 


 દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. જોકે, સતત વરસાદ બાદ રોડ રસ્તા ગટરના પાણીથી તરબોળ થયાં છે. લીમડીમાં વરસાદ થતાં ગટરના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યાં છે. ગટરના પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

દાહોદ પંચમહાલમાં સારો વરસાદ થશે અને મહીસાગરમાં આગાહી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી એની વચ્ચે મહીસાગરમાં પણ વરસાદ થયો તે ખેડૂતો માટે સારી વાત કહેવાય. 


Image

17 સપ્ટેમ્બર માટે વાત કરવામાં આવે તો આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ તાપીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરને લઈ હવામાન દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.