રાજસ્થાન રાજકારણ: વિવાદ શાંત કરવા મલ્લિકાર્જુન ખડગે કરશે અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે બેઠક! અલ્ટિમેટમ બાદ થઈ રહી છે બેઠક !


  • Published By :
  • Published Date : 2023-05-29 11:37:30

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલું આંતરિક ઘમાસાણ જગ જાહેર છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદનો અંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે તેવું લાગી રહ્યું છે. મળતી  માહિતી અનુસાર ચાલતા વિવાદ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સચિન પાયલોટે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.

  

મલ્લિકાર્જુન ખડગે કરશે નેતાઓ સાથે બેઠક!

સચિન પાયલોટે પોતાની સરકાર સામે બાયો ચઢાવી છે. છેલ્લા ઘણા સમયથી સચિન પાયલોટ પોતાની સરકાર વિરૂદ્ધ કોઈ વખત ધરણા કરે છે તો કોઈ વખત પ્રેસ કોન્ફરન્સ કરે છે. સચિન પાયલોટની માગ છે કે વસુંધરા રાજે સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડની તપાસ કરવામાં આવે. ઉચ્ચ સ્તરિય તપાસ કરવામાં આવે તેવી માગ છે. આ મામલે સરકારને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે. બંને નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. 


બેઠક બાદ શાંત થશે વિવાદ! 

મળતી માહિતી અનુસાર મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે બેઠક કરી શકે છે. પહેલા 26મેના રોજ બેઠક કરવાના હતા પરંતુ હવે આજે નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી શકે છે. આ બેઠક એ વખતે થઈ રહી છે ત્યારે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો સચિન પાયલોટ દ્વારા આપવામાં આવે માગ નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનો કરવામાં આવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ બંને નેતાઓ સાથે આવે છે કે નહીં.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે