રાજેન્દ્ર ત્રિવેદીએ BJPને માતાનો દરજ્જો આપ્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 19:29:28


ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે  એને હવે  ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. એમાં ઘણા નેતાઓને ટિકિટ ફાળવવામાં નથી આવી તો ઘણા નેતાએ સ્વેચ્છાએ જ ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીને કહ્યો છે. વળી આ વખતે યુવા ચહેરાઓને પણ સારી તક મળી છે. રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુ શુક્લાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. એમને શુભેચ્છા પાઠવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યલયે બેઠક યોજાઈ હતી. જેમાં અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.


શું કહ્યું રાજેન્દ્ર ત્રિવેદીએ ?


રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુભાઈ શુક્લને ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભાજપમાં આ બેઠક પર જે પરિવર્તન જોવા મળે છે એ નામનું જ લાગે છે. મારા મત મુજબ તો ચૂંટણીમાં કમળ જ સર્વોપરી છે. તથા અત્યારસુધી કમળ જ ચૂંટણી લડતું આવે છે.


રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપને માતાનો દરજ્જો આપ્યો


રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું "ભાજપના સિદ્ધાંતો મારામાં રોપાયેલા છે. આ પાર્ટી સાથે હું લગભગ 16 વર્ષથી જોડાયેલો છું. મને ભાજપે ઘણું બધુ આપ્યું છે. વળી આ પાર્ટીમાં જ હું મોટો થયું છે એટલે ભાજપ મારા માતા સમાન છે"



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે