Rajkot Fire Accident : આગમાં ભસ્મ થયેલા ગેમઝોનમાંથી દારૂની બોટલ-સિગારેટના પેકેટો મળ્યા!


  • Published By :
  • Published Date : 2024-05-27 12:10:15

ગઈકાલે રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક સૌથી મોટી અપડેટ સામે આવી છે.. ગેમ ઝોનમાંથી દારુની બોટલો મળી આવી છે.. ગેમઝોનની બિલ્ડીંગમાંથી, ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી દારૂની બોટલો તેમજ સિગરેટના ખાલી પેકેટો મળી આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં દારૂપાર્ટી ચાલતી હોવાની શક્યતાઓ છે.. આ મામલે 6 લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે..    



શું ગેમ ઝોનમાં ચાલી રહી હતી પાર્ટી?

રાજકોટના ટીઆરપી મોલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. આ ઘટના બાદ ગેમ ઝોનના બાંધકામને લઈ અનેક સવાલો થયા છે.. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે પાછળનું વાસ્તવિક કારણ સામે નથી આવ્યું, પરંતુ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે આ દુર્ઘટના પાછળ.. આ મામલે તપાસ કરવા માટે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે.  પરંતુ આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગેમ ઝોનમાંથી પરમિટ વાળી બિયરની ખાલી બોટલો મળી આવી છે.. તે ઉપરાંત સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા છે.. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં પાર્ટી પણ ચાલી રહી હોવાની શક્યતાઓ છે.. આ મામલે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ મામલે બોલવાનું ટાળ્યું હતું.. એવી માહિતી સામે આવી છે કે પોલીસે આ બિયરની બોટલને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે