Rajkot Loksabha Seatના Congressના ઉમેદવાર પરેશ ધાનાણીએ કરી પ્રેસ કોન્ફરન્સ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-17 13:22:15

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા વિવાદને કારણે આ સીટની ચર્ચાઓ થઈ રહી હતી. આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ન હતા. કોંગ્રેસના કોણ ઉમેદવાર હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. રાજકોટ લોકસભા બેઠક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. ત્યારે આજે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.   

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપ્યું હતું નિવેદન 

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ માત્ર અમુક જ બેઠક એવી છે જ્યાં લાગે છે કે ચૂંટણી રસાકસી વાળી થશે. એવી એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક. ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી. પરેશ ધાનાણીને કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા. પરેશ ધાનાણી ચૂંટણી નહીં લડે તેવી વાતો સામે આવી પરંતુ તેમને મનાવાઈ લેવાયા અને કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યા આકરા પ્રહાર 

રાજકોટ લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જ્યારે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કવિતાના રૂપમાં અનેક વખત ભાજપ પર તેમણે કટાક્ષ કર્યો છે. ત્યારે હવે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે.  પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે પણ મને વિશ્વાસ છે કે, રાજકોટને રણ મેદાનમાં ફેરવવાનો ચોક્કસપૂર્વક ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. બીજેપીના ઉમેદવાર અને સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે. લોકો એવું માને છે કે,સારા વાચક પણ હશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે