Rajkot Loksabha Seatના Congressના ઉમેદવાર Paresh Dhananiએ શેર કરી કવિતા, લખ્યું - હે ભાજપના ભિષ્મ પિતામહ...


  • Published By :
  • Published Date : 2024-04-15 11:43:56

ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ પહેલા માત્ર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો પરંતુ હવે તે વિરોધ ભાજપના વિરોધમાં ધીરે ધીરે પરિવર્તિત થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં ના આવ્યા હતા પરંતુ થોડા દિવસો પહેલા કોંગ્રેસે પરેશ ધાનાણીના નામની જાહેરાત કરી. પરેશ ધાનાણી છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત કવિતા તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.... 

પરેશ ધાનાણીએ ફરી એક વખત પોસ્ટ કરી કવિતા 

એક તરફ ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ જોવા મળી રહી છે તો બીજી તરફ રાજનેતાઓની અંદર રહેલો કવિ જાગી રહ્યો છે! છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર નેતાઓ દ્વારા કવિતા પોસ્ટ કરવામાં આવી રહી છે. કવિતા ટ્રેન્ડ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.  પરેશ ધાનાણીએ અનેક વખત સોશિયલ મીડિયા પર કવિતાઓ પોસ્ટ કરી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેઓ કવિતા લખી રહ્યા છે. નામ લીધા પર તે પ્રહાર કરી રહ્યા છે. ત્યારે તેમણે રાજકોટમાં ચાલતા આંદોલનને લઈ એક કવિતા શેર કરી છે.



રાજકોટ ખાતે યોજાયું હતું ક્ષત્રિય સમાજનું મહાસંમેલન  

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ વિરોધને શાંત કરવાનો પ્રયત્ન અનેક વખત કરવામાં આવ્યો પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત એક કવિતા શેર કરી છે. મહત્વનું છે કે આની પહેલા પણ તેમના દ્વારા અનેક કવિતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે...     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે