જામનગરમાં વધતી ગુનાખોરી અંગે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પક્ષોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2022-11-04 16:27:28

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ છે. રાજકીય પાર્ટીઓ પણ તેમના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે ગુજરાતના રાજકીય પક્ષોમાં ગુનેગારોનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વધી રહેલી ગુનાખોરીથી પણ જાગૃત નાગરિકો ચિંતિત છે. જેમ કે સૌરાષ્ટ્ર કેટલાક શહેરોમાં ગુનાખોરી ખુબ વધી છે, ભૂમાફિયાનો ત્રાસ સૌથી મોટો મુદ્દો છે જામનગર પણ તેમાનું એક શહેર છે. સામાન્ય માણસ તો ઠીક પણ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ દુષણને લઈ રાજકીય પક્ષોને અપીલ કરી છે.


પરિમલ નથવાણીએ શું કહ્યું?


રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટના માધ્યમથી તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ કરી છે કે, જામનગરને ગુનાખોરીમાં હોમે તેવા ઉમેદવારો આપશો નહીં. તેમણે કહ્યું કે નકારાત્મક અને ગુનાખોરી વૃતિ ધરાવતા નેતાઓને કોઈ પણ પક્ષે ટિકિટ આપવી ન જોઈએ. તેમણે જામનગરને શિક્ષિત-સંસ્કારી અને શ્રેષ્ઠ નેતાગીરી મળવી જોઈએ. જેથી જામનગરની શાંતિ-સલામતી-સમૃધ્ધ- વિકાસ આગળ વધે.  


પરિમલ નથવાણીએ શા માટે આ ટ્વીટ કર્યું?


પરિમલ નથવાણીએ ખાસ જામનગરમાં વધેલી ગુનાખોરી પર શા માટે ટ્વિટ કર્યું તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાનો બહું ત્રાસ છે.. જો કે ભાજપના ટોચના નેતાઓ સાથે હકુભાને સારા વ્યાપારીક સંબંધો છે અને એટલે જ સ્થાનિક નેતાઓને પણ પોલીસ છાવરી લે છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે હકુભાની લોકપ્રિયતાના કારણે આ ચૂંટણીમાં પણ ભાજપ તેમને જામનગર વિધાનસભા સીટ જામનગર 78 માટે તેમને ટિકિટ આપશે.


જામનગરમાં ગુનાખોરી બેફામ


જામનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વોની ભરમાર છે. જામનગર શહેરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલથી લોકો ત્રાસી ગયા હતા. હાલ તે લંડનની એક જેલમાં બધ છે. જયેશ પટેલ પર તો ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે ઉપરાંત વશરામ આહીર, કુખ્યાત જાડેજા બંધુઓ યશપાલ અને જયપાલસિંહ જાડેજા, નિલેશ ટોલીયા, અતુલ ભંડેરી, રમેશ માનસતા, મુકેશ અભંગી, સુનિલ ચાંગાણી, મહેશ છૈયાનો સમાવેશ થાય છે.


હકુભા જેવા નેતાઓ રાજકીય પક્ષોની મજબુરી છે?


રાજકારણમાં મની અને મશલ્સ પાવરની જોર વધુ ગયું છે. સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી અને જીતવી લોઢાવા ચણા ચાવવા જેવી બાબત બની ગઈ છે. લોકો ધાકધમકીથી પણ મત આપતા હોય છે. જેમ કે જામનગરમાં હકુભા જાડેજા, કુતિયાણા કાંધલ જાડેજા, પંચમહાલમાં પ્રભાતસિંહ, ચૌહાણ અને જેઠા ભરવાડ, વાઘોડિયાના ધારા સભ્ય મધુ શ્રીવાસ્તવ સહિતાના નેતાઓ તેમના મસલ્સ પાવરના કારણે ચૂંટણી જીતી જાય છે. રાજકીય પક્ષોને તો નંબરથી મતલબ હોય છે. વિધાનસભામાં જેટલા ધારાસભ્યો વધુ તેટલો પક્ષોને ફાયદો થતો હોય છે. પક્ષો પણ એટલા માટે જ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા તત્વોને ટિકિટ આપે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે