ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત, 13 જુલાઈએ ભરાશે નામાંકન, 24 જુલાઈએ ચૂંટણી


  • Published By :
  • Published Date : 2023-06-27 19:42:43

ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે યોજાનારી ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાની 3 સીટો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ 06 જુલાઈએ જાહેરનામું બહાર પાડશે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ માટે 13મી જુલાઈ ચૂંટણી ફોર્મ ભરવાનું રહેશે. 13મી જુલાઈ ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ચૂંટણીનું પરિણામ 24 જુલાઈએ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. 


વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થશે?


ગુજરાતમાંથી વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થઈ શકે છે. જ્યારે ગુજરાતની અન્ય 2 બેઠક પર ભાજપ નવા ઉમેદવાર મુકે તેવી શક્યતા છે. જો કે આ વખતે જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયાને ફરી તક મળવાની શક્યતા ઓછી જણાઈ રહી છે, તેમના સ્થાને નવો ચહેરો આવી શકે છે.


ત્રણેય બેઠકો ભાજપ જીતશે


અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત ઉપરાંત ગોવા, પશ્ચિમ બંગાળની રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યોની મજબુત હાજરી જોતા ભાજપના ફાળે રાજ્યસભાની ત્રણેય બેઠકો બિનહરીફ જાય તેવી સંપુર્ણ શક્યતા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે