અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના, કડિયાનાકા પાસે ઘરની બાલ્કની ધરાશાયી, એકનું મોત, 11 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-06-20 20:52:58

અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાપુરમાં  કડિયા શેરી પાસે ઘરની બાલ્કની ધરાશાયી થતાં 11 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જો તે તેમાંથી એક ઘાયલનું તો સારવાર દરમિયાન જ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલા અને 6 પુરુષોનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે કડિયાનાકા પાસે હનુમાનજી મંદિર પાસે સ્લેબ પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટના બાદ સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસે લોકોને દુર્ઘટનાના સ્થળેથી દૂર ખસેડ્યા હતા.


ઘાયલોની ચાલી રહી છે સિવિલમાં સારવાર


અમદાવાદના દરિયાપુરમાં સ્લેબ તૂટવાની આ ઘટનામાં 10 થી 15 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તમામ ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલા અને 6 પુરુષોનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ, હોમગાર્ડના જવાનો પહોંચ્યા હતા અને અને સ્થાનિકોની મદદથી ઘાયલોને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિલના ટ્રોમા સેન્ટરમાં ઘાયલોને ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના મતે જે ગેલેરી તૂટી પડી તેના પર પાંચથી છ લોકો ઉભા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે