અભિનેત્રી રવિના ટંડને પુત્રી રાશા સાથે સોમનાથ દાદાના કર્યા દર્શન, સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી


  • Published By : Utpal Dave
  • Published Date : 2024-01-18 12:39:19

બોલિવૂડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડને સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.  90ના દાયકાની ટોચની અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા ટંડન સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોમનાથનો જલાભિષેક કરી હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારીએ અભિનેત્રી રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ તથા જ્યોતિર્લિંગની તસવીર આપી આશિર્વાદ પાઠવ્યા હતા. રવિના ટંડનને જોવા મંદિર પરીસર ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી


રવિના અને રાશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસવીરોમાં બંને ભક્તિમાં ડૂબેલી જોઈ શકાય છે. મા-દીકરીએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા.  માતા અને પુત્રી બંને ટ્રેડિશનલ લુકમાં છે અને બંનેએ માથા પર શિવ તિલક લાગેલું છે. બંનેના દર્શનના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન છેલ્લા ઘણા સમયથી તે ધાર્મિક સ્થળ પર જોવા મળી રહી છે. રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહી છે, ત્યારે તેણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા છે.  વિધાનસભામાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે કેટલી સરકારી શાળાઓ એક ઓરડામાં ચાલે છે વગેરે વગેરે... શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો અનેક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉઠાવ્યો છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે.

પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરીથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે આજે ઘર્ષણ થઈ શકે છે.

એક વીડિયો સામે આવ્યો છે સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે જેમાં રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈને જવું પડે છે. અંદાજીત ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં દર્દીને લઈ જવા પડે છે અને તે બાદ એમ્બ્યુલન્સ પાસે પહોંચાય છે. બે સાંસદો હોવા છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચાડી શક્યા! રોડ બનાવવા માટે સ્થાનિકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. તેમના પુત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર થશે તેવી માહિતી સામે આવી છે.