ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે માતાના મઢ પહોંચ્યા, મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી


  • Published By :
  • Published Date : 2023-06-28 14:09:43

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કરવામાં આવ્યો છે. IPL સીઝન દરમિયાન સારા દેખાવ બાદ ફાઈનલ મેચની જીતમાં મહત્વનું યોગદાન આપનારા રવીન્દ્ર જાડેજા તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તેમના પરિવારજનો સાથે ધાર્મિક યાત્રા કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે કચ્છના પ્રવાસ પર છે. રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે માતાજીના મઢે પહોંચ્યા છે.


આશાપુરા માતાના મંદિરે દર્શન કર્યા


રવિન્દ્ર જાડેજા તેમજ તેમના ધર્મપત્ની અને ઉત્તર જામનગર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આજે બુધવારે વહેલી સવારે માતાના મઢ સ્થિત આશાપુરા માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. માતાના મઢ સ્થાનકે આવેલા જાડેજા દંપત્તિએ સર્વે લોકોની સુખાકારી માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ટ્વિટર તેમની આ તસવીરો શેઅર કરી હતી.આ તસવીરોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કરી છે, અનેક ચાહકોએ આ તસવીરો પર કોમેન્ટ કરી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે