રવિન્દ્રસિંહ જાડેજાએ એક સમાચાર પત્ર દ્વારા લેવાયેલા પોતાના પિતાના ઈન્ટરવ્યુને વાહીયાત ગણાવ્યો, લખ્યું મારી પાસે પણ કહેવા માટે.....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 16:08:04

ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા હાલ ધારાસભ્ય છે. ધારાસભ્ય રિવા જાડેજા અંગેના સમાચારો અનેક વખત આવતા હોય છે. પરંતુ આજે તેમના સસરા અનિરૂદ્ધ જાડેજા વિશે વાત કરવી છે. દિવ્ય ભાસ્કરે એક એક્સક્લુઝિવ સ્ટોરી છે જેમાં તેમના પિતા અનિરુદ્ધ જાડેજાની સાથે તેમના રિપોર્ટરે વાત કરી છે. જે રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો છે તેમાં તેમણે ઘરના સભ્યો વિશે અનેક વાતો કરી છે. રિવાબા જાડેજા વિશે પણ તેમણે અનેક વાતો કરી છે. જે પ્રમાણે સ્ટોરીમાં લખવામાં આવ્યું છે તેમાં અનિરૂદ્ધ સિંહ જાડેજાની નારાજગી રિવાબા પ્રત્યે દેખાઈ આવે છે તેવું લાગે છે. ઈન્ટરવ્યુને લઈ સોશિયલ મીડિયા X પર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે દિવ્યભાસ્કરમાં અપાયેલા વાહિયાત ઈન્ટરવ્યુમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારૂં છે. 

દિવ્ય ભાસ્કરના ઈન્ટરવ્યુમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ કહી આ વાત!

અનેક વખત રિવાબા જાડેજા અને નયના બા જાડેજા વચ્ચે ચાલતા મતભેદ ઘણી વખત દેખાયા છે. ભાભી અને નણંદની ચર્ચાઓ રાજનીતિમાં હોવાને કારણે થતી રહે છે પરંતુ આજે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા ચર્ચામાં આવ્યા છે. દિવ્યભાસ્કરના એક ઈન્ટરવ્યુમાં રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ તેમના પુત્ર-પુત્રવધુ સાથેના સંબેધો કેવા છે તે વિશે વાત કરી છે. ભાસ્કરના ઈન્ટરવ્યુની શરૂઆતમાં પિતા દ્વારા કહેવાયેલા શબ્દોને લખવામાં આવ્યા છે. ઈન્ટરવ્યુમાં તેમના પિતાએ કહ્યું કે ''તમને એક સત્ય વાત કરી દઉં? મારે રવિ (રવીન્દ્રસિંહ જાડેજા) કે તેની પત્ની (રિવાબા જાડેજા) સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત.''


આંતરિક ડખાને લઈ ઈન્ટરવ્યુમાં અનિરૂદ્ધ જાડેજાએ કહી આ વાત !

તે સિવાયના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે રવિન્દ્રસિંહ જાડેજાના લગ્ન રિવાબા સાથે થયા તેના ત્રણ મહિના બાદથી આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો હતો. રિવાબા માટે તેમણે કહ્યું કે લગ્નના ત્રણ મહિના બાદ જ રિવાબા જાડેજાએ કહેવાનું શરૂ કરી દીધું કે બધું મારા નામે કરી દો. તેને પરિવાર જોઈતો નથી, બધુ સ્વતંત્ર જોઈએ છે. કોઈની સાથે તેમણે સંબંધ રાખવા દીધો નથી. ઈન્ટરવ્યુમાં આગળ તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી તેમણે તેમની પૌત્રીનું મોં જોયું નથી. રવિના સાસુ સસરા બધો વહીવટ કરે છે. તેમની દખલગીરી ખૂબ છે. વધુમાં તેમણે કહ્યું કે 2 BHKના ઘરમાં તે એકલા રહે છે અને પત્નીના પેન્શનમાંથી તેમનો ખર્ચ નીકળે છે. એક રૂમમાં રવિન્દ્રસિંહ જાડેજા રહેતા હતા તે રૂમને અનિરૂદ્ધ જાડેજાએ સજાવીને રાખ્યો છે. રવિન્દ્રસિંહ જાડેજાની વસ્તુઓ તેમણે પોતાના નજરની સામે રાખી છે. 


ઈન્ટરવ્યુમાં નયનાબાને લઈ અનિરૂદ્ધ જાડેજાએ કહ્યું કે...  

ઈન્ટરવ્યુમાં તેમણે પોતાની દીકરી અને રવિન્દ્રસિંહની બહેન નયના બા જાડેજાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાંય દિવસ રાત મજૂરી કરી દીકરાને ક્રિકેટર બનાવ્યો. મારા (અનિરૂદ્ધસિંહ) કરતા વધારે ભોગ નયનાબાએ આપ્યો છે. નયનાબા રવિન્દ્રાના બહેન છે, પણ એક માતાની જેમ રવિને મોટો કર્યો છે. નયના બા સાથે પણ વ્યવહાર રાખતા નથી. સંબંધો ખરાબ થવાની શરૂઆત ક્યારથી થઈ તેની પણ વાત તેમણે દિવ્ય ભાસ્કરના ઈન્ટવ્યુમાં કરી છે. તેમણે કહ્યું કે રવિન્દ્રના લગ્નને એક મહિનો નહોતો થયો ત્યાં હોટલની માલિકીને લઈ વિવાદ શરૂ થઈ ગયો હતા. રિવાબાના નામે હોટલ કરવા માટે રિવાબાએ રવિન્દ્રસિંહને કહ્યું પરંતુ તે ના માન્યો. બંને વચ્ચે ઝઘડો પણ થયો. નયના બાને પણ એમ થયું કે આખી જિંદગી રવિન્દ્ર જ વહીવટ કરશેને ,એમ વિચારીને નયના બા સાઈન કરવા પણ તૈયાર થઈ ગયા. 


રોષ વ્યયક્ત કરતા અનિરૂદ્ધ જાડેજાએ કહ્યું કે...  

રવિન્દ્રસિંહના સાસરી પક્ષને લઈને પણ દિવ્ય ભાસ્કરના ઈન્ટરવ્યુમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે રવીન્દ્રના સાસરી પક્ષના લોકો ઉદ્યોગપતિ હોવાની વાત ખોટી છે. ઉદ્યોગપતિ હોય તો તેનાં સાસુ નોકરી ન કરતાં હોત. તેમની નોકરી પર જ પરિવાર નભતો હતો. આજની તારીખમાં રેલવે ક્વાર્ટરમાં રહે છે, હમણાં રવિન્દ્રના પૈસે 2 કરોડનો બંગલો લીધો. હું રવિન્દ્રને ફોન નથી કરતો અને મારે તેની જરૂર જ નથી. અમને કંઈ તકલીફ નહીં પડી હોય? હું તેનો બાપ છું, એ મારો બાપ નથી. તેણે મને ફોન કરવાનો હોય, હું તેને ફોન નથી કરતો તો એ પણ મને ફોન નથી કરતો. હું દુઃખના માર્યે રડું છું. રક્ષાબંધનના દિવસે બેન પણ રડતી હોય છે.'


નયનાબા, રિવાબા જાડેજાને સંપર્ક કરવાનો પ્રયત્ન જમાવટની ટીમે કર્યો...  

આ સ્ટોરી વાંચ્યા બાદ અમે જ્યારે નયના બા જાડેજાને ફોન કર્યો ત્યારે તે મીટિંગમાં હતા અને તેમની સાથે વાતચીત થઈ ન હતી. તેમના પર્સનલ આસિસ્ટન્ટે ફોન ઉપાડ્યો હતો. જ્યારે અનિરૂદ્ધસિંહ જાડેજાનો નંબર માગ્યો તો એવું જણાવવામાં આવ્યું કે તેમની પાસે તેમનો ફોન નંબર નથી. આ ઈન્ટરવ્યુ બાદ રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી અને તેમણે આ ઈન્ટરવ્યુને વાહિયાત ગણાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે સેલિબ્રિટીની જીંદગીને જોઈને લાગતું હોય કે તેમની જિંદગી કેટલી સારી છે પરંતુ વાસ્તવિક્તા જુદી પણ હોઈ શકે છે!પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરીથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે આજે ઘર્ષણ થઈ શકે છે.

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. તેમના પુત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર થશે તેવી માહિતી સામે આવી છે.

એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જોવા મળે છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મી ગાડીની આગળની સિટ પર ઉંઘી રહ્યા છે અને તે નશાની હાલતમાં છે. અને પાછળની સીટ પરથી દારૂની બોટલ મૂકેલી દેખાય છે.

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ઠંડી જ્યારે વિદાય લઈ રહી છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે.