RBIએ ફરી રેપો રેટ વધાર્યો, જાણો કેટલી વધી જશે હોમ લોનની EMI


  • Published By :
  • Published Date : 2023-02-08 14:25:40

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છઠ્ઠી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે, આજે 8 ફેબ્રુઆરી 2023ના દિવસે RBIએ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા સાથે રેપો રેટ  6.50 ટકા પર પહોંચી ગયો છે. RBIએ છેલ્લે ડિસેમ્બર 2022માં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. RBIના વ્યાજ વધારાથી હોમ લોનના વ્યાજ દરમાં પણ વધારો થશે અને અંતે હોમ લોન ધારકોને  EMI પેટે વધુ રકમ ચૂકવવી પડશે.


હોમ લોનની  EMI કેટલી વધશે?    




રેપો રેટમાં સતત 6ઠ્ઠી વખત વધારો


અત્રે ઉલ્લેખનિય છે કે આરબીઆઈએ રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કર્યો છે. આ પહેલા પાંચ વખતો તો વધારો થઈ  ચુક્યો છે. આરબીઆઈએ એક વર્ષમાં કુલ 225 બેસીસ પોઈન્ટની વૃધ્ધી કરી છે. આરબીઆઈએ છેલ્લે ડિસેમ્બર 2022માં તેમાં 0.35 ટકાની વૃધ્ધી કરી હતી. ત્યાર બાદ તે વધીને 6.24 ટકા કરી દીધો હતો. રેપો રેટ વધવાથી સૌથી વધુ ઝટકો સામાન્ય માણસને લાગ્યો છે, આ રીતે સામાન્ય માણસ પરનું આર્થિક ભારણ વધી જશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે