બહારની પાણીપૂરી ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, Ahmedabadમાં પાણીપુરી ખાધા બાદ કિશોરીની બગડી તબિયત અને પછી...


  • Published By :
  • Published Date : 2023-10-03 12:37:43

જ્યારે તમે કોઈ મહિલા અથવા તો છોકરીને પૂછો કે તમારૂં ફેવરિટ ખાવાની વસ્તુ કઈ છે તો અનેકના જવાબમાં હશે પાણીપુરી. પાણીપુરીનું નામ સાંભળતા જ અનેક લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ એવા સમાચારો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી જગ્યાઓ પર પાણીપૂરીનો મસાલો બનાવવામાં આવે તેનો પર્દાફાશ કરવામાં આવે છે. એ દ્રશ્યો જોઈને કદાચ આપણને ઉલ્ટી પણ આવી જાય. ત્યારે એક કિશોરીનું મોત પાણીપુરી ખાધા બાદ થયું છે તેવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે.  

પાણીપુરીના રસિયા છો તો આ જરૂરથી ક્લિક કરો, માત્ર તમારા માટે જ છે - Real  Gujarat

પાણીપુરી ખાવાને લીધે બગડી કિશોરીની તબિયત 

આજે પાણીપુરીની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કિશોરીએ પાણીપૂરી ખાધી તે બાદ તેને ગંભીર બિમારી થઈ. લીવરને લગતી બિમારી કિશોરીને થઈ ગઈ. ગંભીર બિમારીને ધ્યાનમાં રાખી લીવરનું  ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું પરંતુ તેનું મોત થઈ ગયું. 13 વર્ષીય કિશોરીએ પાણીપુરી ખાધી. તે બાદ તેને પેટમાં દુખવાનું શરૂ થયું. 

Vadodara Municipal Corporation bans on Panipuri ater rising disease


ગંભીર લીવર રોગનો ભોગ બની હતી કિશોરી 

આ અંગેની ફરિયાદ કરી જેને પગલે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. દવા લીધી પરંતુ કોઈ અસર ન થઈ. ત્યારે તપાસ દરમિયાન ખબર પડી કે તેને લીવરને લગતી બિમારી થઈ ગઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી Institute for kidney dieases and research centerમાં તેને લઈ જવામાં આવી. તપાસ દરમિયાન ખબર પડી કે તેને હિપેટાઇસિટ ઇ થયું છે. એટલું જ નહીં, હિપેટાઇટિસ ઇ એટલું વધી ગયું હતું કે તેના લીવરને પણ નુકસાન થયું હતું.    

લિવર ખરાબ થવાના લક્ષણ, લીવર સ્વસ્થ રાખવા શું ખાવું - Liver Detox Food  benefits | લાઇફ સ્ટાઇલ - Indian Express Gujarati

સર્જરી બાદ કિશોરીની વધુ બગડી તબિયત, થયું મોત 

કિશોરીને સારવાર અર્થે ખસેડવામાં આવી. લીવરને ભારે નુકસાન થયું હોવાને કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ફરજ પડી. સર્જરી સફળ પણ ગઈ.  પરંતુ તે બાદ કિશોરીની તબિયત ખરાબ થવા લાગી. સર્જરીના થોડા સમય  બાદ તેની તબિયત લથડી અને અંતે તેનું મૃત્યુ થઈ ગયું. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. જે રોગને કારણે કિશોરીનું મોત થયું તેની વાત કરીએ તો આ રોગ લીવર સંબંધિત છે જે વાયરલ ઈન્ફેક્શનને કારણે થાય છે. અલગ અલગ પ્રકારના હિપેરાઈટિસ હોય છે. 

આસોદર વાસદ પાસે ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત | One person died  in an accident on the overbridge near Asodar Vasad

જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો 

મહત્વનું છે કે આપણામાંથી અનેક એવા હોય છે જેઓ regularly અથવા તો બહુ બધી વાર બહારનું ખાતા હોય છે. બહારની વસ્તુઓમાં ટેસ્ટ તો હોય છે પરંતુ તે શરીરને નુકસાન પહોંચાડે તેવા હોય છે. બહારની વસ્તુઓ કેવી જગ્ચાઓ પર બને છે તેની જાણ આપણને નથી હોતી. કેવા મસાલા, કેવી રીતે બનાવવામાં આવે છે તે પણ આપણે જાણતા નથી. ડોક્ટરો પણ બહારનું ખાવાની ના પાડે છે. બહારની વસ્તુઓ અંગે ડોક્ટર્સ પણ ચેતતા રહેવાનું કહે છે. બહારનું તેમજ જંક ફૂડ ખાવવાની ખરાબ અસર આપણા શરીર પર પડે છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.