એક પછી એક ભારત વિરોધી આતંકવાદીઓનો પાકિસ્તાનમાં સફાયો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-19 19:09:39

હમણાં થોડા સમયથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓનો સફાયો થઇ રહ્યો છે . આનો પ્લોટ તમને સમજાઈ જશે કેમ કે , તમે ઘણી વેબસીરીઝ તો જોઈ જ હશે . હમણાં જ પાકિસ્તાનમાં ૨૬/૧૧નો મુંબઈ હુમલો કરાવનાર હાફિઝ સઈદના ખાસ માણસ અબુ કતલની ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઇ ચુકી છે .  જોકે હંમેશાની જેમ પાકિસ્તાન ભારતનો જ વાંક કાઢતું રહે છે . પાકિસ્તાન એક એવો દેશ જે ઘણા સમયથી ખુબ ચિંતિત છે . તેની પર હમણાં જ થોડા સમય પેહલા અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . આ પછી ગયા અઠવાડીએ બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકનો હુમલો બલુચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો . 

Hafiz Saeed - Wikipedia

હવે પાકિસ્તાનમાં કેટલાક ભારત વિરોધી આતંકવાદીઓની હત્યાઓ થઈ રહી છે . હાફિઝ સઈદ , કે જે લશ્કરે તયબા નામનું સંગઠન ચલાવે છે તેનો ખાસ માણસ અબુ કતલની પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લામાં ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઈ ચુકી છે સાથે જ તેનો એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયો હતો . અબુ કતલએ "કતલ સિંધી" તરીકે પણ જાણીતો હતો. અબુ કતલએ એલીટીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો . તેની પર હુમલાવરોએ ૧૫ થી ૨૦ રાઉન્ડ ફાયરિંગ કરી હતી . અબુ કતલએ હાફિઝ સઈદનો ખુબ વિશ્વાસુ વ્યક્તિ હતો . તે જૂન ૨૦૨૪માં જમ્મુ કાશ્મીરમાં થયેલા રિયાસી હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો . ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેનું નામ ચાર્જશીટમાં પણ એડ કર્યું હતું .આ અબુ કતલ જમ્મુ કાશ્મીરમાં ૨૦૦૦ની સાલમાં ઘૂસણખોરી કરીને ઘુસ્યો હતો આ પછી તે ૨૦૦૫માં ચુપચાપ નીકળી પણ ગયો હતો . તેની પાસે જમ્મુકાશ્મીરના પુંચ અને રાજોરીમાં ઓવરગ્રાઉન્ડ કાર્યકરોનું જબરદસ્ત નેટવર્ક પણ હતું . અબુ કતલે આ બેઉ જિલ્લાઓમાં નવા યુવાનોની ભરતીનું આયોજન કર્યું હતું . જોકે આ હુમલા પછી હાફિઝ સઈદના દીકરા તાલહા સઈદની સુરક્ષા પાકિસ્તાની એજન્સીઓ દ્વારા વધારી દેવામાં આવી છે . હાફિઝ સઈદ ઘણા લાંબા સમયથી આવા હુમલાઓનો સામનો કરી રહ્યો છે . ૨૦૨૧ના વર્ષમાં લાહોરમાં તેના છુપા ઠેકાણા નજીક જે સુસાઇડ હુમલો થયો હતો તેમાં તે માંડમાંડ બચ્યો હતો . જોકે આ હુમલાઓથી લશ્કરે તયબ્બામાં જબરદસ્ત ફફડાટ જોવા મળી રહ્યો છે . આની માટે એક જ દાખલો પૂરતો છે તે છે , અબ્દુલ રેહમાન મક્કી , જે LETમાં સેકન્ડ ઈન કમાન્ડ હતો , તેનું ડિસેમ્બર ૨૦૨૪માં મૃત્યુ થયું આ પછી હાફિઝ સઈદ તેની અંતિમયાત્રામાં હત્યાના ડરના કારણે હાજર નહોતો રહી શક્યો. મક્કીની આ યાત્રામાં હાફિઝ સઈદના દીકરાએ હાજરી આપી હતી . હવે સંભાવના વધી ગઈ છે કે , હાફિઝ સઈદ પણ આવી રીતે ગમે ત્યારે ઠાર મરાઈ શકે છે .  પાકિસ્તાન હંમેશાની જેમ ભારતને જ પોતાના ત્યાં થયેલા હુમલાઓ માટે જવાબદાર ગણે છે .  અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના સદસ્ય અને રાજકારણી હિલેરી ક્લિન્ટનને યાદ કરવા જોઈએ . કેમ કે તેમણે એકવાર કહ્યું હતું કે , "જો તમે તમારા ઘરના આંગણામાં સાપ પાળો છો તે તમારા પાડોશીને નઈ ડંખે પણ તમને ડંખ મારશે. " લાગી રહ્યું છે કે , પાકિસ્તાન પર આ વાત બરાબર લાગુ પડે છે . 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે