અકસ્માત વખતે રિષભ પંત 67 લાખની Mercedes GLCમાં મુસાફરી કરી રહ્યા હતા, જાણો તેમના કાર કલેક્શન અને પ્રોપર્ટી વિશે


  • Published By :
  • Published Date : 2022-12-30 15:35:51

25 વર્ષીય ભારતીય ક્રિકેટર રિષભ પંત મૂળ ઉત્તરાખંડના રૂરકીના વતની છે અને તે તેમની લક્ઝરી અને લેવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. વર્ષ 2020-21 માટે GQની સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયોની યાદીમાં રિષભ પંતને પણ સ્થાન મળ્યું છે.


રિષભ પંત પાસે કેટલી પ્રોપર્ટી છે? 


વર્ષ 2021માં ઋષભ પંતની કુલ સંપત્તિ 47 કરોડ રૂપિયા હોવાનું અનુમાન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંતની દિલ્હી, રૂરકી, હરિદ્વાર અને દેહરાદૂનમાં પ્રોપર્ટી છે.


એકથી વધુ લક્ઝરી ગાડીઓના માલિક છે રિષભ પંત 



ભારતીય ક્રિકેટર ઋષભ પંત પણ લક્ઝરી લક્ઝરી ગાડીઓના શોખીન છે. પંતે 2017માં Audi A8 ખરીદી હતી, જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ, (Mercedes-Benz C-class) ફોર્ડ મસ્ટંગ (Ford Mustang) અને મર્સિડીઝ જીએલઈ (Mercedes GLE) જેવી ગાડીઓ પણ સમાવેશ થાય છે.


અકસ્માત સમયે રિષભ પંત મર્સિડીઝ GLCમાં સવાર હતા


દુર્ઘટના સમયે રિષભ પંત મર્સિડીઝ GLCમાં મુસાફરી કરી રહ્યા હતા. તે પ્રીમિયમ એસયુવી છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 61 લાખની આસપાસ છે અને ટોપ મોડલ 67 લાખની આસપાસ આવે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.