સરકારે સંસદમાં સ્વિકાર્યું, દેશની 279 નદીઓ 311 સ્થાનો પર અત્યંત પ્રદુષિત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:07:17

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી નદીઓનો મહિમાગાન થતો આવ્યો છે. જો કે તાજેતરમાં કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્ર સરકારના આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશની મોટાભાગની નદીઓનું પાણી પીવા યોગ્ય નથી. આ રિપોર્ટ માટે દેશની 279 નદીઓના 311 વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે મુજબ આ નદીઓનું પાણી સરકારના માપદંડો સામે ખુબ જ ખરાબ છે. પર્યાવરણ વિભાગે આ રિપોર્ટના આધારે સંસદમાં આ જાણકારી આપી છે.


603 નદીઓના પાણીનું એનાલિસીસ


રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા  4484 સ્થાનો પર પાણીની ગુણવત્તા પર નજર રાખવામાં આવે છે. આ તપાસમાં 2022, 2021 અને 2019 માં 603 નદીઓના પાણીની ગુણવત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ દેશના તમામ રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહારની નદીઓ સૌથી વધુ પ્રદુષિત છે. દેશના 11 રાજ્યો એવા છે, જ્યાં નદી ખુબ જ પ્રદુષિત છે. આ રાજ્યોમાં આસામ, બિહાર, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે