સતત વધતા રોડ અકસ્માત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-07 13:54:24

અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુ એક અકસ્માત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રોડ અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. શ્રીસત્ય સાઈ જિલ્લામાં આ ઘટના બની છે. બળદગાડીમાં જઈ રહેલા બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


ધુમ્મસને કારણે અકસ્માત થયાનું અનુમાન 

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. હાલ શિયાળાને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ હોય છે. અનેક વખત અકસ્માત પણ સર્જાતો હોય છે. ત્યારે આ ઘટના ધુમ્મસને કારણે સર્જાઈ હોય તેવો અનુમાન પોલીસ લગાવી રહી છે. 


થાંભલા સાથે અથડાઈ બાઈક

રોડ અકસ્માતનો બીજો બનાવ તેલંગાણામાં બની છે. રંગારેડ્ડીમાં આ બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. પોલીસની જાણકારી અનુસાર ખંભા સાથે અથડાતા આ અકસ્માત થયો છે. મરનાર બે લોકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતને કારણે એક જ દિવસમાં 4 લોકો મોતને ભેટ્યા છે. અકસ્માતને કારણે હજારો લોકો કાળનો કોળીયો બની રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે