અમદાવાદમાં ગત વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે ફરી પડ્યો ભૂવો! જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટિંગ, સાંભળો શું કહ્યું લોકોએ


  • Published By :
  • Published Date : 2023-05-27 18:04:56

હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ આગાહી સાચી પણ પડી હતી. ગઈકાલે સાંજે થોડા સમય માટે વરસાદ વરસ્યો પણ હતો. વરસાદને કારણે વાતાવરણ બદલાયું હતું. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા ઉપરાંત જુહાપૂરામાં ભૂવો પડ્યો હતો. ચોમાસા આવવાને હજી વાર છે. પરંતુ ચોમાસું આવે તેની પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગયા વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ ફરી એકવાર ભૂવો પડ્યો છે. ગયા વર્ષે ભૂવામાં એક્ટિવા પડ્યું હતું પરંતુ આ વખતે ભૂવામાં ગાડી પડી ગઈ હતી.

  

જૂહાપુરામાં પડેલા ભૂવામાં ગાડીનો થયો ગરકાવ!

ગઈકાલ સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ હતી. અનેક સોસાયટીઓની બહાર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પાણી ભરાયા ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે વરસેલા વરસાદમાં જૂહાપુરામાં ભૂવો પડી ગયો હતો. આ ભૂવા  એટલો ઉંડો હતો કે આખી ગાડી એની અંદર ગરકાવ થઈ ગઈ હતી. બીજી એક ગાડી પણ ભૂવામાં પડવાની હતી પરંતુ લોકોએ બચાવી લીધી હતી. વરસાદની સિઝન પહેલા પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે.  

જમાવટ સામે લોકોએ ઠાલવ્યો રોષ!

અહીં વરસાદની સિઝન શરૂ પણ નથી થઈ તે પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તે સિવાય જમાવટની ટીમે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તે દરમિયાન લોકોનો તંત્ર સામેનો રોષ છલકાઈને બહાર આવ્યો હતો. જે જગ્યાએ ગયા વર્ષે ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે પણ વરસાદ પહેલા ભૂવો પડ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે