કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટ, હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ હથિયાર બતાવી ભરબપોરે લૂંટ ચલાવી


  • Published By :
  • Published Date : 2023-05-22 18:28:08

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં રૂ 1 કરોડની લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રૂ 1 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ લૂંટની ઘટનામાં 4 લોકોનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ લૂંટને અંજામ આપનારા આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે. 


લૂંટની ઘટનાથી ચકચાર


ગાંધીધામ શહેરની જવાહર ચોક, ખન્ના માર્કેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાંથી હેલ્મેટ પહેરી હથિયાર બતાવી લૂંટ કરી ફરાર થવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીધામના સૌથી સુરક્ષિત વિસ્તારમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લૂંટની ઘટના બનતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.


શહેરમાં લૂંટની ઘટનાઓ વધી


અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા માંગ ઉઠી છે. અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે, શહેરમાં આ પ્રકારની લૂંટની ઘટનાઓ વધતા શહેરનીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લુંટી થયો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભાર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે