મની લોન્ડ્રિંગ કેસમાં મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં, ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી વધી


  • Published By :
  • Published Date : 2023-04-05 18:14:51

દિલ્હી લિકર પોલીસી કેસમાં આપના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટને ફરી ફરીથી ઝટકો મળ્યો છે. ઈડીના મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 17 એપ્રિલ 2023 સુધી વધારી દીધી છે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડ્રિંગ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ખતમ થયા બાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.


મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી


મનીષ સિસોદિયાના વકીલે જામીન માટે ધારદાર દલીલો કરી હતી તેમ છતાં તેમની કોઈ દલીલ કોર્ટમાં કામ આવી શકી નહોતી. આ પહેલા પણ રાઉઝ એવન્યુ કોર્ટે જ મનીષ સિસોદિયા સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 17 એપ્રિલ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. હવે આ બંને કેસમાં સિસોદિયા માટે 17 એપ્રિલ સુધી જેલમાં થી બહાર આવવું મુશ્કેલ છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.