લુણાવાડાના ભુવનેશ્વરી મંદિરમાં રાજવી પરિવારે કર્યું ચોસઠ જોગણી કુંભ સ્થાપન, જવારા વાવી પરિવારે નિભાવી વર્ષો જૂની પરંપરા


  • Published By :
  • Published Date : 2023-10-16 15:55:30

માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી હોવાને કારણે માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે. માતાજીના આશીર્વાદ મળે તે માટે વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ઘટ સ્થાપન કરી તેમાં જવેરાનું વાવેતર કરવામાં આવે છે. નવરાત્રીને લઈ અનેક રાજવી પરિવારો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં પાંચસો ચોપન(554) વર્ષ જૂનું રાજવી પરિવારની કુળદેવીનું ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ચોસઠ જોગણી કુંભ સ્થાપન કરી જવારા વાવી અનોખી પરંપરાથી  નવરાત્રી મનાવવામાં આવે છે.   



રાજવી પરિવાર દ્વારા કરાયું જવેરાનું વાવેતર 

નવરાત્રી દરમિયાન જવેરા વાવમાં આવે છે. નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે. માતાજીની પૂજા અલગ અલગ દ્રવ્યોથી અલગ અલગ ઉપચારથી કરવામાં આવે છે. જવેરાનું મહત્વ વિશેષ હોય છે. જવેરાને લઈ એવી માન્યતા છે કે જવારા ભવિષ્ય સંબંધિત અનેક સંકેતો આપે છે. એવું માનવામાં આવે છે કે જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમાં સુખ અને સંપત્તિ વધે છે. ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃદ્ધિ આવે છે. ત્યારે મહીસાગરના રાજવી પરિવાર દ્વારા તેમની કુળદેવી ભુવનેશ્વરી માતાજી મંદિરમાં રાજવી પરંપરા મુજબ ચોસઠ જોગણી કુંભનું સ્થાપન કરી જવારા વાવવામાં આવ્યા છે.  



રાજમહેલનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે  

524 વર્ષ જૂના એવા પૌરાણીક મંદિરમાં લુણાવાડાના ચુમાલિસમાં મહારાજ શ્રી સિદ્ધરાજસિંહ દ્વારા જવારાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ જવેરાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો મહીસાગર આવતા હોય છે. જવેરાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સામાન્ય દિવસોમાં રાજમહેલમાં આવેલું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવતું હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન રાજ મહેલમાં આવેલું રાજવી પરિવારના કુળદેવીનું મંદિર નવરાત્રી દરમિયાન ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે