રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી મામલે એસ. જયશંકરે આપ્યો આ જડબાતોડ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-17 15:59:08

યુરોપિયન યુનિયન (EU) છેલ્લા એક વર્ષથી રશિયાના ક્રુડના વ્યાપાર પર નિયંત્રણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે હવે તેમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે ભારત પર નિશાન સાધ્યું છે. યુરોપિયન યુનિયનના વિદેશ નિતી બાબતોના સર્વોચ્ચ પ્રતિનિધી જોસેફ બોરેલે રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી કરવાની માગ કરી છે. જો કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમને જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે.   


એસ. જયશંકરે આપ્યો આ જવાબ


રશિયન ક્રૂડ અંગે બોરેલે કહ્યું કે યુરોપિયન યુનિયનને ખબર છે કે ભારતીય રિફાઈનરી મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહી છે, પછી તેને પ્રોસેસ કરીને યુરોપમાં વેચી રહી છે. આ અંગે યુરોપિયન યુનિયને મોટું પગલું ભરવાની જરૂર છે, ત્યાર બાદ જયશંકરે બોરેલને ઈયુ કાઉન્સિલના નિયમ 833/2014ની ભારપૂર્વક યાદ અપાવી. આ નિયમ હેઠળ તે બાબત સ્પષ્ટ છે કે રશિયા આવનારુ ક્રુડ ઓઈલને કોઈ ત્રીજા દેશમાં પ્રોસેસ થઈ પસાર થાય તો તેને રશિયન ક્રુડ સમજવામાં આવતું નથી. જયશંકરે બોરેલ સાથે મુલાકાત પહેલા આ નિવેદન આપ્યું છે અને તેમના આ નિવેદનની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે