સાબરડેરીએ ઘીના ભાવમાં કર્યો તોતિંગ વધારો, ભાવ વધતા ખોરવાઈ જશે ગૃહિણીનું બજેટ


  • Published By :
  • Published Date : 2022-12-15 16:32:21

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. થોડા સમય પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.  ત્યારે હવે ઘીના ભાવમાં વધારો નોંધાયો છે. સાબર ડેરીએ ઘીની કિંમતમાં વધારો કર્યો છે. સાબર ડેરીએ પ્રતિ કીલોએ 35 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેને કારણે 15 કિલો ઘીના ડબ્બામાં 525 રુપિયાનો તોતિંગ ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 

Cow Ghee - ઘરમા ગાય઼નુ શુદ્ધ દેશી ઘી કેવી રીતે બનાવશો ?

પ્રતિકિલોએ કરાયો 35 રૂપિયાનો વધારો

મોંઘવારીનો માર સામાન્ય માણસને સહન કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ તો વધે છે પરંતુ જીવનજરૂરીયાતની  ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. સાબરકાંઠાની સાબરડેરીએ પ્રતિકિલો ઘીના ભાવમાં પ્રતિકિલોએ 35 રૂપિયાનો વધારો કરાયો છે. જેને કારણે મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસની સ્થિતિ કફોળી બની છે.  આ અગાઉ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો હતો. મોંઘવારીને કારણે મધ્યમવર્ગની કમર તૂટી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે