સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના તલાક ફાઈનલ, અંગત મિત્રે કર્યો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-10 17:32:48

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું લગ્ન જીવન તુટવાના આરે છે તેવી અફવાઓ સતત થઈ રહી છે. પાકિસ્તાની મીડિયામાં પણ આ અંગે સતત દાવા થઈ રહ્યા છે. હવે બંનેના કોમન મિત્રએ પણ દાવો કર્યો છે કે આ યુગલ થોડા દિવસમાં જ તલાક લેવાનું છે. બંને વચ્ચે બધુ જ ફાઈનલ થઈ ગયું છે, હાલ શોએબ પાકિસ્તાનમાં જ છે, જ્યારે સાનિયા મિર્ઝા દુબઈમાં છે. 

મીડિયા રિપોર્ટમાં શોએબ મલિકના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સભ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે તલાક થઈ ગયો છે, અને બંને હવે અલગ થઈ ગયા છે.

શા માટે બંને અલગ થયા?


પાકિસ્તાની મિડીયા રિપોર્ટ પ્રમાણે શોએબ મલિક અન્ય યુવતી સાથે ડેટ કરી રહ્યો છે. આ કારણે શોએબ અને સાનિયાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે 12 એપ્રિલ 2010ના દિવસે આ સેલિબ્રિટી યુગલ ભવ્ય સમારોહમાં લગ્ન ગ્રંથીથી જોડાયું હતું.  





ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.