Sarangpur : ભીંતચિત્રોનો વિવાદ વધતા મંદિર પરિસરમાં ઉતારાયો પોલીસ કાફલો, જાણો કેટલી ટીમોને કરાઈ તૈનાત


  • Published By :
  • Published Date : 2023-09-04 12:24:18

થોડા દિવસોથી ચાલી રહેલો સાળંગપુર ભીંતચિત્રોનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો અને એ હદે વકર્યો કે ત્યાં મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવાની ફરજ પડી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં અને પ્રતિમાની આસપાસ બે SRPની ટુકડી, 5 Dy.SP, 10 PI, 8 PSI,275 પોલીસ અને  115 જી.આર.ડી. અને હોમગાર્ડ બે શિફ્ટ મો ગોઠવી દેવામાં આવ્યા છે. 

 સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમાની નીચે મુકાયેલા ભીંત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા જે પ્રમાણે હર્ષદ પટેલ દ્વારા ભીત ચિત્રો ઉપર કાળો કલર લગાવી અને તોડફોડ કરવામાં આવેલ ત્યાર બાદ મંદિર વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ અને મસ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

અનેક સંતોએ, ધર્મગૂરૂઓએ આપી પ્રતિક્રિયા 

દરેક જગ્યાઓ પર, દરેક ટીવી ચેનલો પર છેલ્લા અનેક દિવસોથી જો કોઈ મુદ્દા વિશે વધારે ચર્ચા થતી હોય તો છે સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ. ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે. ભીંતચિત્રો સામે આવતા વિવાદ છેડાયો છે અને સાધુ સંતોના નિવદેનો સામે આવી રહ્યા છે. અનેક કથાકારો, લોકસાહિત્યકારો સહિત અનેક સાધુ સંતોની પ્રતિક્રિયા સામે આવી છે. દરેક પ્રતિક્રિયામાં રોષ જોવા મળી રહ્યો છે. 

 અનેક સાધુ સંતો કે પછી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો દ્વારા સાળંગપુર આવાની ચીમકીઓ આપેલ છે. જેને લઈ હાલતો બોટાદ પોલીસ દ્વારા સતર્કતાને ધ્યાને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 સાળંગપુર મદિરમાં ફરી પાછી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માટે બે એસ.આર.પી ની ટુકડી, 5 ડી.વાય.એસપી, 10 પી.આઈ, 8 પીએસઆઇ,275 પોલીસ અને 115 જી.આર.ડી. અને હોમગાર્ડને બે શિફ્ટમાં ગોઠવેલ છે. તેમજ વ્રજ સહિત ના વાહનો પણ ગોઠવવામાં આવ્યાછે. તેમજ ભાવનગર, બોટાદ, અમરેલી ની પોલીસ બોલાવી લેવામાં આવેલ છે અને સમગ્ર સાળગપુર કષ્ટભંજન મંદિરમાં પોલીસ જ જોવા મળી રહી છે. સાળંગપુર મદિરમાં જે પ્રમાણે ભીંતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે તેને જોઈને લાગી રહ્યું છે કે, જ્યાં સુધી આ વિવાદ નું કોઈ નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ચોક્કસ અહીંયા પોલિસ બંદોબસ્ત રહેશે.

પ્રતિમાની આસપાસ ગોઠવી દેવાયો પોલીસ કાફલો 

શનિવારે એક ઘટના સામે આવી હતી જેમાં હર્ષદ ગઢવી નામના વ્યક્તિએ વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર ફેરવી દીધો હતો. તે બાદ થોડા સમયની અંદર જ હર્ષદ ગઢવીને પકડી પાડવામાં આવ્યો હતો. તે બાદ બાઉન્સરો તેમજ પોલીસને તૈનાત કરવામાં આવી હતી. મોટો પોલીસ કાફલો ત્યાં ગોઠવી દેવાયો હતો. મહિલા સુરક્ષાબળોની ટીમને પણ ત્યાં ઉતારી દેવામાં આવી છે. કોઈ વ્યક્તિ પ્રતિમા નજીક ના પહોંચી શકે તે માટે ત્રણ લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે મોટો એક સુરક્ષાકર્મીઓનો કાફલો ત્યાં ઉતારી દેવામાં આવ્યો છે. બે SRPની ટુકડી, 5 Dy.SP, 10 PI, 8 PSI,275 પોલીસ અને  115 જી.આર.ડી. અને હોમગાર્ડ બે શિફ્ટ મો ગોઠવી દેવામાં આવ્યા છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.