BMW હિટ એન્ડ રનનો ફરાર આરોપી અંતે ઝડપાયો, સત્યમ શર્માની ક્રાઇમ બ્રાન્ચે ડુંગરપુરથી કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-03-05 20:04:42

અમદાવાદ SG હાઇવે પર BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્મા આખરે પકડાઈ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ડુંગરપૂરથી સત્યમ શર્માની અટકાયત કરી છે. સત્યમ શર્માએ બેફામ ડ્રાઇવિંગ કરી 3થી 4 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 2 લોકો અમીતભાઈ અને મેઘનાબેનને ગંભીર રીતે ઘાયલ થયા હતા.


ઘટના શું હતી?


અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ અન્ડ રનની ઘટના બની હતી. સત્યમ શર્માએ SG હાઇવે પર દંપતીને અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. BMW કારચાલક સત્યમ શર્માએ SG હાઇવે પર જતા 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં એક દંપતી  BMWની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થયું હતું. 


પોલીસ તપાસમાં થયો ખુલાસો 


અકસ્માત બાદ સત્યમ ઘટના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર BMW કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી તદઉપરાંત દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં BMW કાર તેના પિતા શ્રીક્રિષ્ના શર્માના નામે રજીસ્ટર હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ધનાઢ્ય પરિવારનો નબીરો સત્યમ શર્મા અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના કુલ ચાર ગુના નોંધાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે