રૂ. 2,000ની નોટો બદલાવા અંગે લોકોની મૂંઝવણ વધતા SBIએ કરી આ મહત્વની જાહેરાત, જાણો શું છે ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2023-05-21 15:39:30

RBIએ રૂ. 2,000ની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી લોકોમાં મૂંઝવણ વધી છે. જો કે હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે, એક સમયે 20,000 ની મર્યાદા સુધીની રૂ. 2,000 ની નોટ એક્સચેન્જ કરવા માટે લોકોને કોઈપણ રિક્વિઝિશન સ્લિપ અથવા ઓળખ પુરાવા વિના બદલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે RBIએ લોકોને આ નોટો 23 મેથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરવા અને/અથવા એક્સચેન્જ કરવા જણાવ્યું છે.


SBIની જાહેરાતથી હાશકારો


SBIએ એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'પેરા 4 (B)માં સમાયેલ સૂચનાઓના આંશિક ફેરફારમાં નક્કી કરવામાં આવ્યું છે કે એક સમયે લોકોને રૂ. 2,000 મૂલ્યની બેંક નોટો રૂ. 20,000ની મર્યાદા સુધી બદલવાની સુવિધા આપવામાં આવશે. પરિશિષ્ટ-III માં જોડાયેલ ફોર્મેટ મુજબ કોઈપણ વ્યક્તિએ એક્સચેન્જ સમયે રીક્વિઝિશન સ્લિપ તેમજ કોઈ ઓળખ પુરાવા સબમિટ કરવાની જરૂર નથી.' ગત શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને રૂ. 2000ના મૂલ્યની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી. જો કે, બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે