એસ.જયશંકરે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું કર્યું સ્વાગત, બેઠકમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો


  • Published By :
  • Published Date : 2023-05-05 13:52:45

ગોવાના પણજીમાં શુક્રવારે SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ છે. બેઠક પહેલા, ભારતીય વિદેશ મંત્રી ડૉ. જયશંકરે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ ભારત પહોંચી ગયા છે. શુક્રવારે વિદેશ મંત્રીઓની બેઠક પહેલા ભારતીય વિદેશ મંત્રીએ પાકિસ્તાની વિદેશ મંત્રીનું સ્વાગત કર્યુ હતું.


ભારતે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો  


SCOની બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પરોક્ષ રીતે પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. જયશંકરે કહ્યું કે આતંકવાદનો કહેર હજુ પણ યથાવત છે. અમે દૃઢપણે માનીએ છીએ કે આતંકવાદને કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં અને તેને રોકવો જ જોઈએ. આમાં સીમાપારનો આતંકવાદ અને અન્ય તમામ પ્રકારના આતંકવાદનો સમાવેશ થાય છે. SCO બેઠકનો મૂળ હેતું આતંકવાદનો સામનો કરવાનો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે