પોરબંદરમાં ડિમોલીશનની કામગીરી દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા 4 વિસ્તારોમાં લાગૂ કરાઈ કલમ 144


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 12:53:52

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર ખાતે મેગા ડિમોલેશન તંત્ર દ્વારા કરવામા આવી રહ્યું છે. દ્વારકા જિલ્લામાં આ કાર્યવાહી થયા બાદ પોરબંદર ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી.  દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંધકામ હટાવાતા સ્થિતિ વણસી છે. બાંધકામ તોડી પડાતા સ્થાનિકો રોષે ભરયા છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેને કારણે 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. 


ભીડ બેકાબુ બનતા પોલીસે છોડ્યા ટીયર-ગેસ

દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કર્યા બાદ પોરબંદર ખાતે આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુલ્ડોઝર ફેરવાતા લઘુમતી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શહેરના મેમણાવાડા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે ત્રણથી વધુ ટીયર ગેસ છોડ્યા હતા. 


વધુ પોલીસ કાફલો કરાયો તેનાત

મામલો વધુ ગંભીર બન્યો હતો. જેને લઈ બીજા પોલીસ કાફલાને તેનાત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત એસઆરપીની ટીમને પણ ત્યાં ગોઠવી દેવામાં આવી છે. આ ઘટનાને શાંત કરવા પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. પરંતુ સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ડિમોલેશનની કાર્યવાહી કરવા ગયેલી ટીમ પાછી આવી ગઈ. સ્થિતિ વધુ ન વણસે તે માટે જિલ્લા અધિકારીએ 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે. કીર્તિમંદિર, ઉદ્યોગનગર, રાણાવાવ અને કુતિયાના શહેરમાં કલમ 144 લાગૂ કરવામાં  આવી છે.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે