જુઓ વાવાઝોડા બાદ સર્જાયેલી તારાજીની તસવીરો, જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ


  • Published By :
  • Published Date : 2023-06-17 17:05:17

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે નુકસાની સર્જાઈ છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે અનેક વીજ થાંભલાઓ પડી ગયા છે. ભારે પવન ફૂંકાવવાને કારણે અનેક છાપરાઓ ઉડી ગયા હતા. ચક્રવાતને કારણે અનેક લોકોએ પોતાના ઘરને ગુમાવ્યા છે. ત્યારે જોઈએ વાવાઝોડાએ સર્જેલી તારાજીની તસવીરોને.    



વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાતું હતું. કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારોમાં વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તંત્ર પણ સજ્જ હતું. ત્યારે બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે. જખૌ, નલિયા સહિતના વિસ્તારોથી ભારે નુકસાનીની તસવીરો સામે આવી છે. 

 

ભારે વરસાદ તેમજ પવનને કારણે અનેક જગ્યાઓ પર દિવાલ ધરાશાયી થઈ છે. અનેક વિસ્તારોમાં દિવાલ પડી જવાને કારણે દુર્ઘટના સર્જાઈ છે. 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે