જોવો ભાજપ આ વખતે શું લાવ્યા દિવાળી ગિફ્ટ ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:22:56

દિવાળી નજીક આવી રહી છે અને સોશિયલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહયો છે જેમાં “ભારતીય જનતા પાર્ટીનો દિવાળી બોક્ષ” આ બોક્ષમાં સી આર પાટિલ , ભૂપેન્દ્ર પટેલના ફોટો છે અને અંદર દિવાળીમાં ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ છે અંદર દીવો, કંકુ ચોખા , ભાજપ પરિવાર લખેલું તોરણ પણ છે.

 

ભાજપ આ રીતની ગિફ્ટ તેમના કાર્યકરોને આપતા રહ્યા છે અલગ અલગ તહેવારમાં અલગ અલગ વસ્તુઓ હોય છે જેમ કે રક્ષાબંધનમાં રાખડી અને બીજી વસ્તુઓ પણ આપેલી છે

 

એકદમ અનોખી વસ્તુઓ ભાજપ લાવતા હોય છે તેમાંથી આ એક છે આ બોક્ષ ભાજપના કાર્યકર્તાઓને આપવામાં આવશે તેવી સંભાવના છે કાર્યકર્તાને પરિવાર માનવ અને પાર્ટીના સદસ્યો પરિવારનો ભાગ છે એટલે આ પ્રકાર ગિફ્ટ દિવાળી અને નૂતનવર્ષમાં આપવામાં આવશે..   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે