માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, રાહુલ ગાંધીના જામીન કર્યા મંજૂર, જાણો હવે ક્યારે હાથ ધરાશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-04-03 15:53:06

સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેને લઈ પુર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા આ મામલે અપીલ કરવામાં આવી હતી. સુરત ખાતે રાહુલ ગાંધી આવ્યા હતા. પ્રિયંકા ગાંધી,અશોક ગેહલોત ઉપરાંત અનેક કોંગ્રેસી નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. આ મામલે આગળની સુનાવણી 3 મેના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે રાહુલ ગાંધીના જામીન 13 એપ્રિલ સુધી લંબાવાયા છે.

   

પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે પહોંચ્યા હતા સુરત

રાહુલ ગાંધીએ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. આ સજા બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ્ કરવામાં આવી હતી. ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સુરત આવવાના હતા જેને લઈ કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરત આવ્યા હતા. ઉપરાંત અશોક ગેહલોત પણ સુરત ખાતે ઉપસ્થિત હતા. સ્થાનિક નેતાઓ  ઉપરાંત સુરતમાંદિલ્હીના નેતાઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો. 13 એપ્રિલના રોજ આ મામલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.       

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે