શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, આજે પદ ગ્રહણ નહીં કરે, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-06-18 15:49:32

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી. રાજ્યસભાના સંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવામાં આવ્યા બાદ શક્તિસિંહે આ પહેલી રેલી યોજી હતી. શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમ પહોંચી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો, મિત્રો તથા શુભ ચિંતકો આજે રવિવારે સવારે 10 કલાકે ગાંધી આશ્રમ, સાબરમતી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ભજન, પ્રાર્થના અને ત્યાર બાદ ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં જોડાયા હતા. 


શક્તિસિંહ આજે નહીં કરે પદગ્રહણ


શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી. આ દરમિયાન આજે તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ચાર્જ વિધિવત રીતે સંભાળશે તેવું નક્કી હતું પરતું છેલ્લી ઘડીએ આજે ચાર્જ સાંભળવાનું શક્તિસિંહ ગોહિલે કેન્સલ કર્યું છે. જો કે આજે અમાસ હોવાના કારણે કાર્યભાર ન સંભાળવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને આવતી કાલે કાર્યભાર સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે આજે રાજીવ ગાંધી ભવન પર માત્ર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે