પરષોત્તમ રૂપાલા-ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર બોલ્યા Shaktisinh Gohil!કહ્યું કે કોઇ ભૂલ કરે અને પછી પસ્તાવા સાથે.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-04-16 12:50:35

રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ યાદ આવે.. ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણ બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે.. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલાના વિવાદને લઈ, પરષોત્તમ રૂપાલાની માફીને લઈ વાત કરી છે..

શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલા વિવાદને લઈ આપી પ્રતિક્રિયા...  

ગુજરાતની 26 લોકસાભા બેઠકો માટે તબક્કાવાર ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતા વિવાદમાં પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલાના ચાલતા વિવાદને લઈ પ્રતિક્રિયા આપી છે. 


જો દિલથી કોઈ માફી માગે તો તેને.. - શક્તિસિંહ ગોહિલ 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા શેર કરી છે...  વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે કોઇ ભૂલ કરે અને પછી પસ્તાવા સાથે દિલથી (રૂપાલાની જેમ નહીં ) માફી માંગે તો તેને કોઇ પણ માફ કરે પરંતુ કોઇ ગુન્હો કરે અને પછી પણ અહંકારથી માફીનુ નાટક કરે તેને કદી કોઇ માફ ના કરી શકે . કોઇ પણ રાજકિય પક્ષ પોતાના અહંકારથી ચાલે અને જ્યારે સમય વીતી જાય તથા સઘળું પડી જશે તેમ લાગે ત્યારે આંખ ઉઘાડે તેને પણ કોઇ માફ ના કરે . મહત્વનું છે કે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી મોડી રાત્રે... આ બધા વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે