સિદ્ધાર્થને યાદ કરી ભાવુક થઈ શહેનાઝ ગિલ, સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી


  • Published By :
  • Published Date : 2022-12-12 10:37:42

બિગ બોસના વિજેતા અને બાલિકા વધુમાં કલેક્ટરનો રોલ કરનાર સિદ્ધાર્થ શુક્લનો આજે બર્થ-ડે છે. એકાએકા તેમના મૃત્યુ થતા તેમના ચાહકો તેમજ તેમના પરિવારજનોને આઘાત લાગ્યો હતો.  ત્યારે આજે સિદ્ધાર્થનો જન્મ દિવસ છે જેને લઈ અનેક ફેન્સે તેમજ શહેનાઝ ગીલે એક સંદેશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને લખ્યું છે કે હું તમને ફરીથી મળીશ. 



2021માં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહ્યું 

બિગ બોસમાં દર્શકોને સિદ્ધાર્થ શુક્લ તેમજ શહેનાઝ ગિલની જોડી પસંદ આવી હતી. આ જોડી દરેકની પસંદ બની ગઈ હતી. લોકો એવું માનતા હતા કે તેમનો આ સંબંધ આગળ વધશે પરંતુ આ રિશ્તાની ડોર તૂટી ગઈ હતી. સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધી હતી. 



કેક કટ કરી સિદ્ધાર્થીની બર્થ-ડે કરી સેલિબ્રેટ

તેમના મોતના સમાચાર આવતા સિદ્ધાર્થના ફેન્સ તેમજ શહેનાઝ ગિલને આઘાત લાગ્યો હતો. શહેનાઝ પૂરી રીતે તૂટી ગઈ હતી. સિદ્ધાર્થની બર્થ-ડે પર રાતના 12 વાગે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. સાથે સાથે સિદ્ધાર્થનો હસતો ફોટો પણ મૂક્યો હતો અને કેક કટ કરી સિદ્ધાર્થની યાદોને તાજા કરી. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે