Gandhinagar ખાતે 'શિક્ષણ બચાવો ધરણા', જ્ઞાન સહાયક રદ્દ કરાવવા Congress મેદાને! કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ


  • Published By :
  • Published Date : 2023-10-06 12:52:11

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરવાના છે. શિક્ષણ બચાવો ધરણાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. શિક્ષણમાં થઈ રહ્યું ખાનગીકરણ તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવા મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે.  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ ધરણામાં જોડાયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આ ધરણામાં જોડાયા છે. 

 

Image

ધરણા કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ જાડેજા

ગુજરાતનું શિક્ષણ પ્રતિદિન લથડી રહ્યું છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ નથી મળી રહ્યું. અનેક એવા વીડિયો આપણી સામે અવાર-નવાર સામે આવતા હોય છે જેને જોઈ આપણને બાળકો પર દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં લથડતા શિક્ષણ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આજે ધરણા કરવામાં આવ્યા છે. આ ધરણામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા છે. યુવરાજસિંહ અનેક વખત ઉમેદવારોના સમર્થનમાં દેખાયા છે. ટેટ ટાટના ઉમેદવારો સાથે યુવરાજસિંહ ગાંધી બાપુને પત્ર આપવા ગયા હતા.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે