પંજાબના અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે તેમને ગોળી વાગી ત્યારે સુરી મંદિરની બહાર ધરણા કરી રહ્યા હતા. સુધીર સૂરી ગોપાલ મંદિરની બહાર કચરામાં ભગવાનની મૂર્તિઓ મેળવવા માટે અહીં ધરણા પર બેઠા હતા. આ દરમિયાન ભીડમાં કોઈએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે નાકાબંધી કરીને શૂટર સંદીપ સિંહની ધરપકડ કરી લીધી છે.
સુધીર સૂરીનું હોસ્પિટલમાં થયું મોત
ફાયરિંગ પછી સુધીર સૂરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને જો કે ત્યાં જ તેમનું મોત થયું હતું. હાલ પોલીસે હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી શરૂ કરી દીધી છે અને એવુ જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુધીર સૂરી પર હુમલો કરવાની યોજના ઘડવામાં આવી હતી અને પોલીસે ગયા મહિને કેટલાક ગેંગસ્ટરોની ધરપકડ પણ કરી હતી.
દિવાળી પહેલા જ હુમલાની યોજના હતી
પંજાબમાં એસટીએફ અને અમૃતસર પોલીસે ગયા મહિને 23 ઓક્ટોબરના રોજ જોઇન્ટ ઓપરેશનમાં 4 ગેંગસ્ટરોની ધરપકડ કરી હતી અને ધરપકડ કરાયેલ ગેંગસ્ટરો રિંદા અને લિંડાના ગુંડા હતા, એમની સાથે પૂછપરછમાં સામે આવ્યું હતું કે ધરપકડ કરાયેલા ગેંગસ્ટર શિવસેનાના નેતા સુધીર સૂરી પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને આ માટે એમને રેકી પણ કરી હતી. તેઓ આ કામ પૂરું કરે તે પહેલા જ પોલીસ અને એસટીએફે ચારેયને પકડી લીધા હતા. આ ઉપરાંત આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે સૂરી પર હુમલો દિવાળી પહેલા કરવાનો હતો પણ આ ગુંડાઓની ધરપકડથી પંજાબમાં મોટી ઘટના ટળી હતી.
 
                            
                            






.jpg)









 
 
                                     
 
                                     
 
                                    