ટ્રમ્પ અને મસ્ક વચ્ચે વિવાદથી , સિલિકોન વેલી પડશે તકલીફમાં?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-10 12:16:23

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે. 

Donald Trump and Elon Musk's allies urge reconciliation after damaging split

અમેરિકામાં આવેલી સિલિકોન વેલી , કે જે ન માત્ર અમેરિકાનું પરંતુ સમગ્ર વિશ્વનું ટેક્નોલોજિકલ હબ છે. જ્યાં એપલ , ગુગલ અને ફેસબુક જેવી મોટી મોટી કંપનીઓના મુખ્યમથક આવેલા છે. પાછલા થોડાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઈલોન મસ્ક વચ્ચે સંબંધોમાં જોરદાર તણાવ વર્તાઈ રહ્યો છે. આ તણાવને કારણે તેની માઠી અસર સિલિકોન વેલી પર પડી શકે છે. આમ તો સિલિકોન વેલીમાં જેટલી પણ કંપનીઓ આવેલી છે તેમના સીઈઓ વિશે એવું કહેવાય છે કે , આ લોકો રાજકારણથી દૂર રહે છે. પરંતુ ગયા વર્ષે અમેરિકામાં જે રાષ્ટ્રપતિના પદ માટે જે પણ ચૂંટણીઓ થઇ હતી તેમાં ઘણા ટેક્નોલોજી અબજોપતિઓએ ટ્રમ્પ પાછળ પૈસા રોક્યા છે. માટે હવે આ ટેક્નોલોજિકલ અબજોપતિઓ માટે એ વસ્તુ નક્કી કરવી કઠિન બનશે કે , ટ્રમ્પ કે પછી ઈલોન મસ્ક સાથે ઉભા રેહવું . એટલુંજ નહિ , ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના મતભેદ કેટલીક ટેક કંપનીઓને પણ નુકશાન પહોંચાડી શકે છે. 

Silicon Valley | San Francisco Bay University

આ વસ્તુને એક ઉદાહરણની મદદથી સમજીએ , તો ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે ટેક ઉદ્યોગોના સંબંધોમાં મસ્કે મુખ્ય વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવી છે. દાખલા તરીકે , એક પ્રખ્યાત વેન્ચર કેપીટાલીસ્ટ ડેવિડ સેક્સ , જે ઈલોન મસ્કના નજીકના મિત્ર છે અને હાલમાં ટ્રમ્પ વહીવટીતંત્રમાં એઆઈ અને ક્રીપ્ટોકરન્સીનાં વડા છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે ઈલોન મસ્કનું આક્રમકઃ વલણ ચાલુ રહેશે , તો ટ્રમ્પ મસ્કની કંપનીઓ અને સિલિકોન વેલી સાથે કેવું વર્તન કરશે તે જોવાનું રહેશે . હાલમાં સિલિકોન વેલીમાં એક મત એ પ્રવર્તી રહ્યો છે કે , ડોનાલ્ડ ટ્રમ્પનો સાથ આપવાથી ટેક ઇન્ડસ્ટ્રીને ખુબ ઓછો ફાયદો થયો છે જેમ કે , હજુ પણ મોટી ટેક્નોલોજિકલ કંપનીઓ પર કેસો ચાલી રહ્યા છે . જેમ કે , જસ્ટિસ વિભાગ એક વર્ષથી ગૂગલને તોડવાના પ્રયાસો કરી રહ્યું છે. ફેડરલ ટ્રેડ કમિશન ફેસબુકની પાછળ પડેલું છે. ટ્રમ્પની ટેરિફ પોલિસીથી , એપલને નુકશાન થવા જઈ રહ્યું છે. 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે