હમણાંથી રાજ્યમાં તાપમાનનો પારો પહોંચ્યો 30 ડિગ્રીને પાર, આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર


  • Published By :
  • Published Date : 2023-02-15 17:19:51

રાજ્યમાંથી ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. મોટા ભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થતો હોય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે જેમ ઠંડીએ રેકોર્ડ તોડ્યા છે તેમ ગરમી પણ આ વખતે તમામ રેકોર્ડ તોડી શકે છે.     

 

આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર 

ઘણા સમય બાદ રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ઘટી રહ્યો હતો. પરંતુ ધીરે ધીરે શિયાળાની સિઝન સમાપ્ત થઈ રહી છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે આકરો તાપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


30 ડિગ્રીને પાર પહોંચ્યો તાપમાનનો પારો 

વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક  શહેરોમાં તાપમાનનો પારો હમણાંથી 30 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં બપોરના સમયે 32 ડિગ્રી જેટલું નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. આણંદમાં 36 ડિગ્રી તાપમાન, અરવલ્લીમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હમણાંથી તાપમાનનો પારો વધી જતાં ઉનાળાના દિવસો દરમિયાન  કાળઝાળ ગરમીનો અનુભવ થવાનો છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે