અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલો પ્રવાસી શિક્ષકોને ભરોસે


  • Published By :
  • Published Date : 2023-01-10 13:03:03

દિલ્હીમાં કેજરીવાલ સરકારે મોડેલ સ્માર્ટ સ્કૂલો બનાવીને સમગ્ર દુનિયાભરમાં વાહવાહી મેળવી છે. દિલ્હીની સરકારી સ્કૂલોની સુવિધાઓ પ્રાઈવેટ અને મોંઘીદાટ શાળાઓ કરતા પણ અનેકગણી સારી છે. ગુજરાત સરકારે પણ અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલો શરૂ  કરી છે. જો કે હાસ્યાસ્પદ બાબત એ છે કે ઈંગ્લિશ મીડિયમમાં 310 શિક્ષકની જગ્યા છે છતાં 65 કાયમી શિક્ષક જ છે, તેમાં 240 પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જોકે પ્રવાસી શિક્ષક કામચલાઉ જ કહેવાય છે.


કાયમી શિક્ષકોની ભરતી ક્યારે?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સ્કૂલો તો બનાવી, પરંતુ એમાં ભણાવનાર કાયમી શિક્ષકોની નિમણૂક ના કરી શકી, જેથી સ્કૂલ બોર્ડ દ્વારા શરૂઆતથી જ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. સરકારી સ્કૂલોમાં કામચલાઉ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો એ કેટલી હદે યોગ્ય કહેવાય તે સમજી શકાય છે વળી આવા પ્રવાસી શિક્ષકો  તેમના કામ પ્રત્યે કેટલા જવાબદાર રહે છે તે સમજી શકાય તેવી બાબત છે.


શિક્ષકોની ભારે ઘટ વચ્ચે શિક્ષણ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે તમામ  49 વોર્ડ માટે સ્માર્ટ સ્કૂલો તૈયાર કરી છે, જો કે 1થી 5 ધોરણની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાંથી 36 સ્કૂલોમાં એકપણ કાયમી શિક્ષક જ નથી, એટલે કે 36 સ્કૂલમાં પ્રવાસી શિક્ષકથી અભ્યાસ કરાવવામાં આવે છે, જ્યારે બાકીની સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષક દ્વારા જ કેટલાક વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. 1થી 5 ધોરણમાં 8088 બાળકો અભ્યાસ કરે છે અને તેમના વચ્ચે માત્ર 39 જ કાયમી શિક્ષકો છે. 1થી 5 ધોરણના 255ના મહેકમ સામે 216 અંગ્રેજી માધ્યમના શિક્ષકોની ઘટ છે. કાયમી શિક્ષકો ના હોવાથી જ AMC સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે