કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-20 16:17:08

 કોંગ્રેસના નેતા અજય રાયે સ્મૃતિ ઈરાનીને લઈ ટિપ્પણી કરી હતી. અજય રાયે કહ્યું હતું કે સ્મૃતિ ઈરાની લટકે-ઝટકે દેખાડવા જ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આવે છે. અમેઠીને જોઈ તે જતા રહે છે. સ્મૃતિ ઈરાની પર કરવામાં આવેલા અશોભનિય ટિપ્પણીને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ આ વાતનો જવાબ આપતા ટ્વિટ કર્યું છે.


અજય રાયે સ્મૃતિ ઈરાની પર કરી હતી ટિપ્પણી

2017માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાની જીત્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લડી રહ્યા હતા. પરંતુ તેમની હાર થઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસના નેતા અજય રાયે સ્મૃતિ ઈરાની પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે સ્મૃતિ ઈરાની અમેઠીની મુલાકાત માત્ર લટકે-ઝટકે બતાડવા જ આવે છે. સ્મૃતિ ઈરાનીના કાર્યકાળ દરમિયાન અમેઠીની જનતાને કંઈ નથી મળ્યું. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે વારાણસીથી રાહુલ ગાંધી ચૂંટણી લડી શકે છે અને પીએમ મોદીને પરાસ્ત કરશે. 


સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી કટાક્ષ કર્યો 

આ ટિપ્પીને લઈ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો છે. ટ્વિટર પર સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે સાંભળ્યું છે કે રાહુલ ગાંધીએ પ્રાંતિય નેતા દ્વારા જાહેરાત કરાવડાઈ કે 2024થી રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાના છે. તો શું હું પાક્કું સમજુ કે તમે અમેઠીથી ચૂંટણી લડશો? કોઈ બીજી સીટ પર તો નહીં ભાગી જાવને? તેમને ડર નથી લાગતો?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે