અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસોના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ આપ્યો વળતો જવાબ, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-02-17 17:27:44

અદાણીના મુદ્દાની ચર્ચા ન માત્ર ભારતમાં પણ વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે. ત્યારે અમેરિકાના મોટા બિઝનેસમેન ગણતા જ્યોર્જ સોરોસોએ અદાણીના મુદ્દાને લઈ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. સોરસોએ કીધું હતું કે પીએમ મોદી આ મુદ્દે શાંત છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અદાણીના મુદ્દે ભારતમાં એક લોકતાંત્રિક પરિવર્તન થશે. આ વાતને લઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસે વડાપ્રધાન મોદી વિશે આપેલા નિવેદનને વિદેશી કાવતરૂ ગણાવ્યું છે. 


અદાણી મુદ્દે જ્યોર્જ સોરસે સાધ્યું હતું વડાપ્રધાન મોદી પર નિશાન 

હિંડનબર્ગે અદાણી મુદ્દે એક રિપોર્ટ બહાર આપ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે મ્યુનિખ સિક્યોરિટી કાઉન્સિલની મિટિંગ દરમિયાન અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરસે નિવેદન આપ્યું હતું કે સ્ટોક માર્કેટમાં અદાણીના શેર પત્તાંની જેમ વિખેરાઈ ગયા. મોદીએ આના પર જવાબ આપવો પડશે, જેનાથી સરકાર પર તેમની પકડ નબળી પડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં મોદી અને બિઝનેસ ટાઈકૂન અદાણી એકબીજાના સહયોગી છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત ક્વાડનું સભ્ય છે, જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન પણ તેમની સાથે છે. આમ છતાં ભારત રશિયાથી મોટા ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદી નફો કમાઈ રહ્યું છે. તે સિવાય અનેક બાબતો પર જ્યોર્જ   


સ્મૃતિ ઈરાનીએ આપ્યો હતો વળતો જવાબ 

આ બધા પર સ્મૃતિ ઈરાનીએ વળતો જવાબ આપ્યો છે. જ્યોર્જે કહ્યું હતું કે ભારત લોકતાંત્રિક દેશ છે પરંતુ વડાપ્રધાન મોદી લોકતાંત્રિક નથી. તેમનું ઝડપથી નેતા બનવાનું કારણ છે મુસ્લિમો સાથે કરેલી હિંસા. આ નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો કે વિદેશી ધરતીથી ભારતના લોકતાંત્રિક માળખાને નબળું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતની ડેમોક્રેસીમાં દખલઅંદાજી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 


સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે જ્યોર્જ સોરોસે એલાન કર્યું હતું કે હિન્દુસ્તાનમાં એવી વ્યવસ્થા બનાવીશું, જે તેના હિતની નહીં, પણ તેમના પોતાના હિતની રક્ષા કરશે. તેમણે કહ્યું હતું કે ભારતના લોકતાંત્રિક માળખા પર પ્રહાર કરીશું અને પીએમ મોદીને પ્રહારના કેન્દ્રમાં રાખીશું. આનો દરેક ભારતીયે જડબાતોડ જવાબ આપવો જોઈએ.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે