સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ગુજરાતના અનેક ધોધની તસવીરો આવી સામે જે જીતી લેશે તમારૂ દિલ, જુઓ


  • Published By :
  • Published Date : 2023-07-18 11:26:39

ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. નદીઓમાં નવા નીર, ડુંગરો પરથી ધોધ વરસતા હોય તેવા દ્રશ્યો આહ્લાદાયક હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિના ખોળે જવાની મજા જ કંઈક અલગ હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જામવાળા પાસે એક ધોધ આવેલો છે જેને જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે ધોધ આવેલો જેને નિહાળવા દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ધોધની ઉંચાઈ 1214 ફૂટ છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જીવને ઠંડક પહોંચાડે તેવા છે. વરસાદમાં અનેક ધોધના વીડિયો સામે આવતા હોય છે જેને જોઈ તમે પણ થઈ જશો પ્રફૂલ્લિત.

 

ધોધને ટુરિઝમમાં સમાવવા માટે અનેક રજૂઆત કરી

ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

ધોધનો આકાશી નજારો

જમદગ્નિ આશ્રમની પાછળ આવેલો છે ધોધ

જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે