82 વર્ષીય સોમાભાઈ પટેલે ચોટીલા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 21:12:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. રાજ્યમાં ટિકિટ માટે પક્ષપલટો કરતા નેતાઓની યાદી લાંબી થઈ રહી છે. ભાજપના એક સમયના અગ્રણી નેતા અને પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાયેલા જાણીતા કોળી નેતા સોમાભાઈ પટેલ ફરીથી સક્રિય થયા છે. સુરેન્દ્રનગરના આ પૂર્વ સાંસદ સોમા ગાડાએ 82 વર્ષે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.


સોમા ગાંડા ચોટીલા સીટ પરથી લડશે ચૂંટણી

અગ્રણી કોળી નેતા અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ચોટીલામાં એન્ટ્રી થઇ છે. સોમાભાઈએ ચોટીલા પ્રાંત કચેરીએ આવી ફોર્મ લેવા આવતા રાજકારણ ગરમાયું છે. સોમાભાઈએ ચોટીલાથી ચૂંટણી લડવાનું જણાવવાની સાથે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પૂર્વ સાંસદે પુરા આત્મવિશ્વાસથી કહ્યું હતું કે, "હું ચોટીલાથી અપક્ષમાં ચૂંટણી લડવાનો છું અને જીતવાનો પણ છું."


ચોટીલામાં ખરાખરીનો ચૂંટણી જંગ જામશે

સોમાભાઈ પટેલે ચોટીલા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરતા જીત માટે ખરાખરીનો જંગ જોવા મળશે. ચોટીલાથી બેઠક માટે કૉંગ્રેસ પોતાના સીટિંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપીટ કરે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીએ અહીં રાજુ કરપડાને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવારની જાહેરાત બાકી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે