અમદાવાદમાં નિવૃત્ત IASના દીકરાએ કર્યો એએમસીના અધિકારી પર હુમલો, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-24 17:25:57

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એએમસીના અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અધિકારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો બન્યો છે. ટેક્સ મુદ્દે એકમ સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એક નિવૃત્ત આઈએએસ અધિકારીના પુત્રએ થલતેજ વોર્ડમાં એન્જિનિયર પર હુમલો કર્યો છે. તે સિવાય મહિલા કર્મચારી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.     

       

સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે  

અમદાવાદમાં નિવૃત આઈએએસ અધિકારીના પુત્રની દાદાગીરી સામે આવી છે. શહેરમાં તંત્ર દ્વારા સીલિંગની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ ટેક્સ વસૂલાત માટે રાજપથ કલબ પાછળ પહોંચી હતી ત્યારે એએમસીની કલેક્શન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે વ્યક્તિએ હુમલો કર્યો તે નિવૃત્ત આઈએએસ અધિકારીનો દીકરો હતો.  


ફરિયાદ મળતા પોલીસે કરી કાર્યવાહી 

વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ ઘરની બહાર આવે છે અને પછી અચાનક એએમસીના અધિકારી પર ચપ્પા વડે હુમલો કરે છે. હુમલો થયા બાદ આ ઘટનાની જાણ ટીમ દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવે છે. હુમલાખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. એએમસી  અધિકારી પર હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. તેઓ આર.કે ત્રિપાઠીના પુત્ર છે. મળતી માહિતી અનુસાર પોલીસે કાર્યવાહી પણ કરી છે અને હુમલાખોરની અટકાયત પણ કરી દેવામાં આવી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે