વડાપ્રધાન મોદી પર સોનિયા ગાંધીનો હલ્લાબોલ! સોનિયા ગાંધીએ કહ્યું 'મૌનથી દેશની સમસ્યાઓ નહીં ઉકેલાય'


  • Published By :
  • Published Date : 2023-04-11 15:47:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એક અંગ્રેજી પેપરમાં લખાયેલા આર્ટિકલમાં તેમણે પોતાની રાય રજૂ કરી છે. વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશને ચુપ કરાવીને દેશની સમસ્યાઓને ઉકેલી નહીં શકાય. પીએમ મોદી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર કરે છે, આ બાબતે અમારા જે પણ સવાલો છે તે અંગે પણ તેઓ મૌન છે. 


સોનિયા ગાંધીએ રજૂ કર્યા પોતાના વિચાર  

કેન્દ્ર સરકાર પર અનેક વખત કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવતો હોય છે. અનેક વખત આકરા પ્રહારો કરાતા હોય છે. ત્યારે આ વખતે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. એક અંગેજી પેપરના લેખમાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. 'जबरन चुप कराना भारत की समस्याओं को हल नहीं कर सकता'ના ટાઈટલ હેઠળ છપાયેલા આ લેખમાં સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોનિયા ગાંધીએ સાધ્યું નિશાન 

આર્ટિકલમાં તેમણે કહ્યું કે ભારતના લોકોને હવે સમજાઈ ગયું કે વર્તમાન પરિસ્થિતિમાં પીએમ મોદીના કથન અને કાર્યોમાં મોટો તફાવત છે. તેમણે લખ્યું કે પીએમ મોદીની આગેવાની વાળી સરકારે દેશના લોકતંત્રના ત્રણેય સ્તંભો એટલે કે ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને વિધાનમંડળને ખતમ કરી નાખ્યું છે. ઉપરાંત સોનિયા ગાંધી સંસદની કાર્યવાહી અને રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થવા પર પણ વાત કરી હતી. 


સંસદની કાર્યવાહી પર પણ બોલ્યા સોનિયા ગાંધી 

સંસદમાં હોબાળાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદમાં કરવામાં આવેલી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે હાલમાં સંસદની કાર્યવાહી જુઓ. અમે જોયું છે કે કેવી રીતે સરકારે વ્યવસ્થિત રીતે સંસદનું વિસર્જન કર્યું અને વિપક્ષને એવા મુદ્દા ઉઠાવતા અટકાવ્યા જે આ દેશના લોકો માટે અત્યંત મહત્વના હતા. આ મુદ્દાઓમાં બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન, અદાણી કૌભાંડને લગતા સવાલો પર ચર્ચાનો સમાવેશ થાય છે. 


સરકારી એજન્સીઓના થતા દુરૂપયોગ અંગે પણ સોનિયાએ કરી વાત   

સરકારી એજન્સીઓ દ્વારા અનેક નેતા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર પર અનેક પાર્ટીઓ દ્વારા સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરવાના આરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે આ વાત પર પણ સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સીબીઆઈ અને ઈડીનો દુરૂપયોગ બધા જાણે છે, 95 ટકાથી વધુ રાજકીય કેસો માત્ર વિપક્ષની પાર્ટી સામે જ નોંધાયા છે. અને જે ઓ ભાજપમાં જોડાય છે તેમની સામેના કેસો ચમત્કારિક રીતે ગુમ થઈ જાય છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે