કોંગ્રેસી નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશેઃ ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 21:36:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક પક્ષોમાં અવનવા પરિવર્તન જોવા મળશે. નેતાઓના નિવેદનો ચૂંટણી નજીક આવતા તીખા થતા જઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ગુજરાતના રાજકારણમાં ભડકો કર્યો છે. 


કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. 


ગુજરાતમાં ચૂંટણી પહેલા આયારામ ગયારામનો સમય નજીક આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસથી નારાજ નેતાઓ અને ભાજપની નો રિપીટ થિયરીના કારણે તક ન મળે તેવા નેતાઓ અને તકસાધુઓ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી રહ્યા છે ત્યારે ઈસુદાન ગઢવીનું ટ્વીટ આવી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. હવે કોણ જોડાશે તે જોવાનું રહેશે અને કોંગ્રેસના નેતાઓના આપમાં જોડાવાથી ગુજરાતના રાજકારણમાં કેટલો ફેરફાર થશે તે જોવાનું રહેશે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.