રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા તૈયાર કરાયું ખાસ સોફ્ટવેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:30:15

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે પશુ માલિકની જાણકારી પોલીસને સરળતાથી મળી રહે તે માટે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેર તૈયાર કરાઈ રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા થોડા સમયમાં આવી સિસ્ટમ લોંચ કરવા જઈ રહી છે. જેમાં પ્લાસ્ટિક ટેગના આધારે ગાયોનું ટ્રેકીંગ કરવામાં આવશે.

પશુ માલિકની સરળતાથી મળી શકશે જાણકારી   

રખડતા પશુને કારણે અનેક વખત મુસીબતનો સામનો સામાન્ય માણસને કરવો પડે છે. રસ્તા પરથી રખડતા ઢોરને હટાવવા જ્યારે પોલીસ નિકળે છે ત્યારે ગાયના માલિક કોણ છે તે જાણવામાં ઘણી મુશ્કેલી પડે છે. પશુઓના માલિક વિશે માહિતી મેળવવા પોલીસે પાલિકા પાસે સંપર્કમાં રહેવું પડતું હતું જેને લઈ રખડતા ઢોરનો પ્રશ્નનો ઉકેલવામાં મુશ્કેલી પડે છે. ત્યારે હવે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ આવી જવાથી માલિકની માહિતી સરળતાથી મેળવી શકાશે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેગના આધારે પશુ માલિકનો આધાર કાર્ડ, મોબાઈલ નંબર, તેમજ સરનામું મળી રહેશે. રખડતાં પશુના કાનમાં લાગેલા પ્લાસ્ટિક ટેગ નંબરને આધારે પશુમાલિકની તમામ વિગતો મળી શકશે.

 રખડતાં ઢોરના ત્રાસ વચ્ચે VMCની મોટી કાર્યવાહી | Sandesh

રસ્તા પર ચાલતા લોકોને પણ અનેક વખત રખડતા પશુઓથી નુકસાન પહોંચતું હોય છે. વાહન ચાલકોને પણ આને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા  રખડતા પશુઓની સમસ્યાનો અંત આવશે કે નહીં તે જોવું રહ્યું.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે